વાંકાનેરની પાંચ વર્ષની ધ્યાની કરે છે ગુજરાતી મુવીનું ખાસ પ્રમોશન

- text


વાંકાનેર : મૂળ વાંકાનેરની વતની ધ્યાની જાની હાલ યુટ્યુબ પર ખૂબજ લોકપ્રિય છે અને તેના ચાર લાખથી વધુ સબ્સ્ક્રાઇબ છે તેના વીડિયોના ૧૧ કરોડથી પણ વધુ વ્યૂઅર યુટ્યુબ પર છે. યુટ્યુબ દ્વારા જ્ઞાનીની ચેનલને સિલ્વર મેડલ પણ મળેલ છે. ધ્યાનીના વીડિયોમાં સમાજ માટે એક સંદેશો છુપાયેલો જોવા મળે છે અને આટલી નાની ઉંમરમાં ધ્યાની ખૂબ જ સરસ કિરદાર નિભાવે છે દરેક વીડિયોમાં રાઇટીંગ અને ડાયરેક્શન ધ્યાનીના પિતા ધવલભાઈ જાની દ્વારા કરવામાં આવે છે.

પાંચ વર્ષની ધ્યાનીની યુટ્યૂબની લોકપ્રિયતાને જોઈને તેને અનેક ગુજરાતી સહિતના મુવીના ખાસ પ્રમોશન માટે બોલવામાં આવે છે. ધ્યાની દ્વારા અનેક મુવીના પ્રમોશન કરાયા છે ત્યારે ૧૧ જાન્યુઆરી ના રોજ ગુજરાતી મુવી “શોર્ટસર્કિટ” રિલીઝ થઈ રહ્યું છે. જેમાં ગઈકાલે ગુજરાતી મુવીના પ્રમોશન માટે રાજકોટ ખાતે ધ્યાનીને ઇન્વાઇટ કરવામાં આવેલ જેમાં મુવીના કલાકારો પણ હાજર રહેલ. સ્ટાર કાસ્ટ ધવનિત ઠક્કર, કિંજલ રાજપ્રિયા, સ્મિત પંડ્યા સાથે ધ્યાનની યુટ્યુબ ચેનલ @theyanitube માટે એક સ્પેશિયલ એપિસોડ શૂટ કરવામાં આવેલ. જેમાં ધ્યાની તેની આગવી અદામાં એક્ટ્રેસ કિંજલની સાસુ બની છે. આ એપિસોડ ટૂંક સમયમાં જ્ઞાનીની યુટ્યુબ ચેનલમાં અપલોડ કરવામાં આવશે.

શૂટિંગ દરમિયાન સ્ટારકાસ્ટે ધ્યાની સાથે ખુબ જ ધીંગા મસ્તી કરી અને હીટ સોંગ પર ટીકટોક વિડિયો બનાવ્યો જે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં ગુજરાતી મુવી “શું થયું” અને “મિડનાઇટ વિથ મેનકા” ની સ્ટારકાસ્ટ સાથેના વિડીયોમાં પણ ધ્યાની જોવા મળી હતી અને આ વીડિયો પણ ખૂબજ વાયરલ થયો હતો.

- text

આટલી નાની ઉંમરમાં ધ્યાનીએ દેશની ફલક ઉપર વાંકાનેરનું નામ રોશન કરેલ છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text