મોરબીની તપોવન વિદ્યાલયમાં ૧૦મીથી નોલેજ કાર્નિવલ

- text


બે દિવસીય કાર્નિવલના ઉદ્દઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો આપશે હાજરી : કાર્નિવલમાં ઉભા કરાયેલા આકર્ષણો નિહાળીને મુલાકાતીઓ થશે મંત્રમુગ્ધ

મોરબી : મોરબીની તપોવન વિધાયલયમાં આગામી તા. ૧૦ થી બે દિવસીય તપોવન કાર્નિવલનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેના ઉદ્દઘાટન પ્રસંગે અનેક મહાનુભાવો હાજરી આપવાના છે. આ કાર્નિવલમાં પ્રદર્શિત થનાર કલાકૃતિઓ નિહાળી સૌ મુલાકાતીઓ મંત્રમુગ્ધ થઈ જનાર છે.

મોરબીના શનાળા રોડ પર જીઆઈડીસી પાછળ તપોવન સ્કૂલ ખાતે આગામી તા. ૧૦ અને ૧૧ના રોજ તપોવન કાર્નિવલ ૨૦૧૯નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્જીકલ સ્ટ્રાઈક અને અન્ય લડાઈમાં ઉપયોગમાં લેવામાં આવેલ હથિયારો, વાહનો અને જહાજની પ્રતિકૃતિઓ તેમજ પીઓકે અને એલઓકે સરહદની આબેહૂબ ઝલક, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમાની કલાકૃતિ, અશોક સ્તંભ, સંસ્કૃતિને લગતિ જીવંત શ્રેણીઓ, સામાજિક વિજ્ઞાન અને ગણિત વિષયના પ્રોજેકટ, અવનવી પાઘડીઓ, ડીજીટલ ઇન્ડિયાના મોડેલ્સ, એટીએમ કોઈન મશીન, જીએસટીની સમજૂતી, જુદી જુદી ભાષાઓ દર્શાવતી લેબ, સેલ્ફીઝોન, ગામડાની પ્રતિકૃતિ સહિતના આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે.

- text

કાર્નિવલનો સમય તા. ૧૦ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦, બપોરે ૨ થી ૬ તેમજ તા. ૧૧ના રોજ સવારે ૮:૩૦ થી ૧૨:૩૦ , બપોરે ૨ થી ૬ રાખવામાં આવ્યો છે. આ કાર્નિવલમાં અતિથિ તરીકે ડીઈઓ બી.એમ. સોલંકી, ડીપીઇઓ મયુરભાઈ પારેખ, એફઆઈ નિલેશભાઈ રાણીપા, જતીનભાઈ ભરાડ, ભરતભાઈ ગાજીપરા, જયંતીલાલ ગડારા, મનોજભાઈ ઓગાણજા, નિલેશભાઈ જેતપરિયા, પ્રવીણભાઈ રંગપરિયા, ડો. રમેશભાઈ બોડા, ભરતભાઇ ડાંગર, કેતનભાઈ વ્યાસ સહિતના ઉપસ્થિત રહેશે. આ કાર્નિવલમાં પધારવા માટે ચેરમેન અશોકભાઈ રંગપરિયા તેમજ પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજાએ નિમંત્રણ પાઠવ્યું છે

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

- text