ટંકારાના દારૂના ગુન્હામાં વોન્ટેડ બે આરોપીઓ રાજસ્થાનમાંથી ઝડપાયા

- text


ટંકારા : ટંકારા પોલીસે દારૂના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા બે આરોપીઓને રાજસ્થાનથી દબોચી લઈ ટંકારા પોલીસ સ્ટેશને લાવી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા પોલીસ મથકમાં નોંધાયેલ પ્રોહીબિશનના ગુનામાં આરોપી કમલેશ ધીરજલાલ ચોંટાઈ રહે. રાજકોટ વાળાનો જેતપુર જેલમાંથી કબ્જો મેળવી રિમાન્ડ પર લઈ પોલીસે અન્ય બે આરોપીઓના નામ ખોલાવ્યા હતા જેમાં છેલ્લા દોઢ વર્ષથી આરોપીઓ ફરાર હોય તેને ઝડપી લેવા રિમાન્ડ પરના આરોપીને સાથે રાખી રાજસ્થાન દોડી ગયા હતા.

વધુમાં ટંકારા પોલીસે રાજસ્થાન જઈને ત્યાંથી આરોપી વિષ્ણુ ભવાનીશંકર ઓડ તથા જગદીશભાઈ દયારામ માલી રહે. બન્ને રાજસ્થાન વાળને ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text