મોરબી : અકસ્માતો નિવારવા માર્ગો પહોળા કરવા અત્યંત જરૂરી

- text


વિહિપ અગ્રણીએ અકસ્માતો નિવરવા અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી

મોરબી : મોરબીમાં સાંકડા માર્ગો પર ટ્રાફિકની ગીચતા અને ટ્રાફિક ના નિયમોના ઉલ્લંઘનને કારણે જીવલેણ અકસ્માતોના બનાવમાં ઝડપભેર વધારો થઈ રહ્યો છે ત્યારે મોરબીના વિહિપ અગ્રણીએ અકસ્માતોના બનાવો નિવારવા મારે ટ્રાફિકથી ધમધમતા માર્ગો પહોળા કરવા સહિતના સૂચનો સાથે મુખ્યમંત્રીને રજુઆત કરી તેનો અમલ કરવાની માંગ કરી છે.

- text

મોરબીના વિહિપ અગ્રણી હસમુખભાઈ ગઢવીએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી કે, મોરબી જિલ્લામાં છેલ્લા ૧૦ દિવસમાં જીવલેણ અકસ્માતોના બનાવો વધી રહયા છે ત્યારે માર્ગ અકસ્માત બનાવો અટકાવવા તેમણે સૂચનો આપ્યા હતા કે, મોરબી ખાનપર રોડ ફોરટ્રેક બનાવવા, મોરબી રાજકોટ રોડને ફોરટ્રેક બનાવવાનું કામ સારી રીતે ઝડપ ભેર પૂરું કરવુ, મોરબીમાં માર્ગો પર ઝીબ્રા ક્રોસિંગ કરવા, ઉમિયા સર્કલ નજીક પીજીવીસીએલના બિનજરૂરી વિજપોલ અન્યત્ર ખસેડવા, ભક્તિનગર સર્કલ ફ્લાય ઓવર બ્રિજ બનાવવો, મોરબી હળવદ રોડને ફોરટ્રેક બનાવવો, મચ્છુ નદી ઉપર ભડીયાદ રોડ-લીલાપર રોડને જોડતો ફોરટેક સિગ્નેચર ઓવરબ્રીજ બનાવવો, નાની વાવડી ચાર રસ્તા પર ઓવરબ્રિજ બનાવવો, મોરબીના સામાકાંઠે નટરાજ ફાટકે વહેલી તકે ઓવરબ્રીજ બનાવવો સહિતના સુચનોનો ઝડપથી અમલ કરવા માંગ કરી હતી.

- text