ટંકારાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ગ્રાહક સુરક્ષા મંડળની રજુઆત

- text


 

ક્રોપ કટિંગમાં પણ ટંકારાને અન્યાય થયાની કૃષિમંત્રીને રજુઆત

ટંકારા : ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવામાં આવતા ગ્રાહક સુરક્ષા મંડળ ટંકારા દ્વારા કૃષિમંત્રીને રજુઆત કરી ખેડૂતોના હિતમાં સત્વરે તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી હતી.

ટંકારા શહેર તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળ પ્રમુખ ગૌતમ વામજા દ્વારા કૃષિમંત્રીને લેખિત રજુઆત કરી જણાવ્યું હતું કે, મોરબી જિલ્લાના ત્રણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા આવકારીએ છીએ. પરંતુ ટંકારા તાલુકમાં પણ ઓછો વરસાદ છે ત્યારે ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો નથી. ટંકારા તાલુકામાં ખેડુંતોને ઓછા વરસાદને કારણે પોતાના પાક નિષ્ફળ ગયા છે. ખેડૂતોને ભારે નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે તો આપ સત્ય હકીકત જાણી ખેડૂતોની પરિસ્થિતિ ધ્યાને લઇ ટંકારા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ ઉઠાવી છે.

- text

વધુમાં ઓછા વરસાદને કારણે માલઢોર રાખી પોતાનું ગુજરાન ચલાવતા પશુપાલકોને પણ ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે તો વહેલામાં વહેલી તકે ઘાસચારો અને ખાણદાણની વ્યવસ્થા અને જરૂરિયાત વાળા વિસ્તારમાં પાણીની વ્યવસ્થા કરી પશુપાલકોને મદદ કરવા પણ જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે ટંકારા તાલુકામાં પાકવીમામાં ક્રોપ કટિગ વખતે સેટેલાઇટ દ્વારા પાણીની વ્યવસ્થા વાળા સર્વે નંબરની પસંદગી કરવામાં આવી છે જેને કારણે સાચા ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો ન આવે તે પહેલાં ઘટતું કરવા તેમજ ટંકારા તાલુકાની જાત મુલાકાત લઈ પરિસ્થિતિનો ક્યાસ મેળવવા રજૂઆતના અંતે જણાવ્યુ હતું.

- text