કોઈ ડિસ્ટર્બ કરતા નહિ ! મોરબીના ટ્રાફિક જવાન AC ની હવા ખાય છે !

- text


સામાકાંઠે શક્તિ ચેમ્બર નજીક ટ્રાફિક પોલીસને મોબાઈલ કુંટવાનો અને એસીમાં બેસવાનો પગાર મળે છે.

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ટ્રાફિક પ્રશ્ન હલ કરવા માટે મુકાયેલ ટ્રાફિક જવાન ફરજ દરમિયાન આખો દિવસ એટીએમમાં બેસી એસીની મજા માણવાની સાથે મોબાઈલમાં જ મશગુલ રહેતા હોવાથી લોકોમાં રોષની લાગણી ફાટી નીકળી છે.

મોરબી શહેરમાં ટ્રાફિક પ્રશ્ન માથાના દુખાવા રૂપ બન્યો હોય જિલ્લા પોલીસવડા દ્વારા તમામ ચોકમાં ટ્રાફિક કોન્સ્ટેબલ અને ટ્રાફિક વોર્ડનને ટ્રાફિક નિયમનની જવાબદારી સોંપવામાં આવી છે પરંતુ સામાકાંઠા વિસ્તારમાં શક્તિ ચેમ્બર નજીકના ચાર રસ્તે ફરજ ( એસીમાં બેસવાની ) નિભાવતા ટ્રાફિક જવાનને જાણે મજા કરવા માટે જ પગાર ચૂકવાતો હોય તેવો ઘાટ સર્જાયો છે.

- text

ટ્રાફિક જવાન ના આવા વલણને કારણે લોકોમાં રોષની લાગણી જન્મી છે કારણ કે શક્તિ ચેમ્બર નજીક આખો દિવસ ટ્રાફિક જામ રહેતો હોવા છતાં પણ આ જમાદાર ટ્રાફિક દૂર કરવાનો બદલે નજીકમાં આવેલ દેનાબેન્કના એટીએમમાં બેસી રહે છે ઉપરાંત મોબાઈલમાં જ રચ્યા પચ્યા રહે છે.

આ સંજોગોમાં મોબાઇલના રોગી બની ગયેલા આ ટ્રાફિક પોલીસને ડોકટર જિલ્લા પોલીસ વડા ફરજના ઇન્જેક્શનનો ડોઝ આપે તેવી માંગ લોકો ઉઠાવી રહ્યા છે.

- text