મોરબીના ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ ભરખી ગયો

- text


સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી રાત્રે સિવિલમાં ખસેડાયા બાદ સવારે દમ તોડ્યો

મોરબી : ગઈકાલે મોરબીના ૧૩ વર્ષના બાળકને સ્વાઇન ફલૂ પોઝિટિવ આવ્યા બાદ રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાંથી સિવિલ હોસ્પિટલ ખસેડાયા બાદ આજે સવારે આ બાળકે દમ દોડી દીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના ગાંધીચોક પરાબજાર નજીક રહેતા ૧૩ વર્ષના બાળકને ગઈકાલે સ્વાઇન ફલૂ પોઝિટિવ આવતા રાજકોટ સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી રાત્રીના સિવિલ હોસ્પિટલ રાજકોટ ખસેડવામાં આવ્યા બાદ આજે સવારે આ બાળકે દમ તોડી દીધો હતો.

- text

- text