મોરબીમાં ડેન્ગ્યુનો ફુંફાડો : ૮૦ કેસ

- text


સરકારી ચોપડે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ૧૩  કેસ : ખાનગી હોસ્પિટલમાં ૨૦ દિવસમાં ૮૦ કેસ

મોરબી : રામભરોસે ચાલતા મોરબી આરોગ્યતંત્રની પોલ ડેન્ગ્યુએ ખોલી નાખી છે, મોરબીમાં એક જ સોસાયટીમાં છેલ્લા ૨૦ દિવસમાં ડેન્ગ્યુના ૮૦ કેસ નોંધાતા ચકચાર જાગી છે તો બીજી તરફ આરોગ્યતંત્ર સબ સલામતની આલબેલ પોકારતા આશ્ચર્ય સર્જાયું છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં ડેન્ગ્યુએ ભારે ઉત્પાત મચાવ્યો છે. ખાસ કરીને સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉનશીપ વસાહત ૨૦ દિવસમાં ૮૦ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાની ચોકાવનારી વિગતો સામેં આવી છે જો કે મોટા ભાગના લોકો સરકારી કરતા ખાનગી હોસ્પીટલોમાં જ સારવાર લેવાનું પસંદ કરતા હોવાથી ખાનગી હોસ્પિટલમાં ડેન્ગ્યુના કેસનો આંક ચોકાવનારો છે. જ્યારે સરકારી ચોપડે જાન્યુઆરીથી અત્યાર સુધી માત્ર ૧૩  કેસ નોંધાયા હોવાનું આરોગ્ય તંત્ર જણાવી રહ્યુ છે.

- text

આધારભૂત સુત્રો પાસેથી મળતી વિગતો અનુસાર છેલ્લા કેટલાક સમયથી મોરબીમાં ડેન્ગ્યુના કેસમાં જે ઝડપથી વધારો થયો છે તેમાં મોરબીના રવાપર રોડ અને સામકાંઠામાં ઉમાં ટાઉનશીપમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ નોંધાયા હોવાનું બહાર આવ્યુ છે. ઉમા ટાઉનશીપમાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે અને હાલમાં ૮૦ જેટલા લોકોને ડેન્ગ્યુ થતા ખાનગી હોસ્પિટલનો આશરો લેવો પડી રહ્યો છે.

- text