મોરબીના માધવ માર્કેટ પાસે દુકાનની અંદર ચાલતા જુગારધામ પર દરોડો : ૫ પકડાયા

- text


એ ડિવિઝન પોલીસે રૂ.૮૧,૪૦૦ની રોકડ જપ્ત કરી

મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે મોરબીના માધવ માર્કેટ પાસે દુકાનની અંદર ચાલતા જુગારધામ પર દરોડો પાડીને રૂ. ૮૧,૪૦૦ની રોકડ સાથે ૫ શખ્સોને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીની માધવ માર્કેટ પાસેના પટેલ શોપિંગ સેન્ટરમાં ઉપરના માળે આવેલ દુકાન નં.૨૧૫માં ચાલતા જુગાર ધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડીને રવિ મનસુખ પાનસુરિયા, મનજી જીવરાજ મંડલી, ઘનશ્યામ કરશન બરાસરા, ચંદુ જેરામ મોરડીયા અમે હિતેશ પ્રવીણ અઘેરાને રૂ. ૮૧,૪૦૦ની રોકડ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text