હળવદમાં થયેલ આગજનીના બનાવમાં વધુ એક ફરિયાદ નોંધાઈ

- text


હળવદ : હળવદમાં ગત તા.ર૭ના રાત્રીના થયેલ જુથ અથડામણ બાદ ભંગારના ડેલાને આગચંપી કર્યો હોવાનો બનાવ બન્યો હતો જે મામલે ૧૦થી ૧પ શખ્સો તેમજ ૧૦ લાખના નુકસાનની ફરિયાદ હળવદ પોલીસ મથકે નોંધાવવા પામી છે.

પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ ગત તા.ર૭ના રોજ જુથ અથડામણની ઘટના બન્યા બાદ શહેરના ભાગોળે આવેલ ટીકર રોડના ભંગારના ડેલામાં આગચંપી કરી ૧૦ લાખનું નુકસાન પહોંચાડવા અંગે ફરિયાદી સીરાજ હબીબભાઈ (રહે.જંગરીવાસ, હળવદ) વાળાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

- text

પંથકમાં ચકચાર જગાવનાર બનાવમાં થયેલ જીવણેલ હુમલો અને આગચંપીના બનાવના પગલે પોલીસ મથકે ફરિયાદો નોંધાઈ રહ્યી છે ત્યારે ટીકર રોડ પર આવેલ ભંગારના ડેલામાં આગજનીના બનાવના પગલે હળવદ પોલીસ મથકે ૧૪ લોકોના નામજાગ અને ૧૦થી ૧પ શખ્સોના ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

- text