માળીયા : રાજકોટના પીઆઇ સોનારાની બદલી રોકવા આહીર સમાજનું મામલતદારને આવેદન

- text


૨૪ કલાકમાં બદલી નહીં રોકાઈ તો ધરણા કરવાની ચીમકી

માળીયા : રાજકોટમાં રાજકીય આગેવાન સાથે ઘર્ષણ થયા બાદ પીઆઇની તાત્કાલિક બદલી કરી નાખવાની ઘટના સામે વિરોધ નોંધાવી આહીર એકતા મંચે મામલતદારને આવેદન આપ્યું હતું. સાથે જો ૨૪ કલાકમાં બદલી રોકવામાં નહિ આવે તો ધરણા કરવાની આહીર એકતા મંચે ચીમકી ઓન આપી છે.

માળીયા આહીર એકતા મંચે મામલતદારને આવેદનમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગર પાલીકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી થઈ રહી હતી. ત્યારે એક રાજકીય આગેવાનનો ઓટલો તોડી પાડવામાં આવતા તેને ઉશ્કેરાઈ જઈને ફરજ પરના પોલીસ ઇન્સ્પેકટર સોનારા સાથે અણછાજતું વર્તન કર્યું હતું. આ પીઆઇ તો ઈમાનદારીથી પોતાની ફરજ નિભાવી રહ્યા હતા.

- text

વધુમાં જણાવ્યું કે રાજકીય પાવરથી પી આઈ સોનારાની બદલી કરવામાં આવી છે. જે વ્યાજબી નથી. જો ૨૪ કલાકમાં આ બદલીને રોકી દેવામાં નહિ આવે તો આહીર એકતા મંચ ધરણા શરૂ કરશે. સાથે જરૂર પડ્યે ગાંધી ચીંધ્યા માર્ગે સમગ્ર ગુજરાતમાં આંદોલન પણ કરશે.

- text