વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલના ૪ છાત્રોની લખનૌ ખાતેના સાયન્સ સેમિનાર માટે પસંદગી

- text


વાંકાનેર : વાંકાનેરની કિડઝલેન્ડ સ્કૂલના ૪ વિદ્યાર્થીઓની સાયન્સ ઇન્ટરનેશનલ સેમીનાર માટે પસંદગી થઈ છે. ગુજરાતભરમાંથી માત્ર ૧૦ જ વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે. જેમાંથી ૪ વિદ્યાર્થીઓ કિડઝલેન્ડ સ્કૂલના છે.

મેકફેર ઇન્ટરનેશનલ ૨૦૧૮ જેનો લખનૌ ખાતે ઈન્ટરનેશનલ સેમિનાર યોજાવાનો છે જેમાં દેશના ૨૭ વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. ગુજરાતભરમાંથી કુલ દસ વિદ્યાર્થીઓ આ સેમિનારમાં ભાગ લઇ રહ્યા છે જેમાંથી ચાર વિદ્યાર્થી વાંકાનેરમાં આવેલ કિડઝલેન્ડ સ્કૂલના છે. સ્કૂલ સંચાલક મેહુલભાઈ શાહના માર્ગદર્શન હેઠળ જે ચાર વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે જેમાં પ્રગતિ ચેતનભાઇ કાનાબાર ધોરણ ૮, પ્રિયાંશી પ્રતાપભાઈ ખરવડ ધોરણ ૭, નુરીશા ઈકબાલભાઈ ચૌધરી ધોરણ ૬, વસીમરજા શાહબુદીન માથકિયા ધોરણ ૫ છે. સેમિનારમાં ભાગ લેવા જઇ રહેલ વિદ્યાર્થીઓને શાળા પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે.

- text

 

- text