હળવદમાં વસતા રપ૦૦૦થી વધુ આદિવાસીઓ આજે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે પૂર્વજાને યાદ કરશે

- text


પ્રકૃતિ સાથે ગજનો તાદાત્મય ધરાવતો પ્રકૃતિપૂજક આદિવાસી સમાજ સંસ્કૃતિને વરેલો છે

હળવદ : આજે ૯ ઓગસ્ટના વિશ્વ આદિવાસી દિવસે પોતાની સંસ્કૃતિ ટકાવી રાખવા આદિવાસી સમાજ પોતાની પરંપરાને નિભાવી રહ્યો છે ત્યારે હળવદ પંથકમાં ખેતીવાડી ક્ષેત્રે અને ખેડૂત મજુર તરીકે અગ્રેસર એવો આદિવાસી સમાજ આજે પોતાની કર્મભૂમિને માનીને અંદાજે રપ૦૦૦થી વધુ આદિવાસી લોકો હળવદ પંથકમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય દિન નિમિતે હળવદ પંથકના વિસ્તારમાં રહેતા આદિવાસી પરિવારો કેવું જીવન જીવે છે તે અંગે માત્ર સ્મરણ કરવું જ રહ્યું.

આમ સમગ્ર હળવદ તાલુકાની દ્દષ્ટીએ વાત કરીએ તો મકાન ચણતરની મજુરીથી માંડી અને ખેત મજુરી કરતા આદિવાસી લોકોનું પ્રમાણ પાછલા વર્ષોમાં હળવદ પંથકમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં ખાસ કરીને વાડી વિસ્તારમાં ખેત મજુરી કરી પોતાનું પેટીયું રડતા આદિવાસી લોકોનું જીવન હજુ એ જ પરિÂસ્થતિમાં યથાવત છે. વધુમાં ખેતી મજુરીના કામમાં આજે પણ હળવદના મોટા ભાગના ગ્રામ્ય પંથકની વાડીમાં મજુરીનું કામ ચોથા ભાગનું રહેલું છે ઉપરાંત જરૂરીયાત પ્રમાણે આજે ખેત મજુરીની દ્દષ્ટીએ આદિવાસી લોકોને પ્રથમ પસંદગી રહેતી હોય છે. આદિવાસી સમાજ લોક કલા અને જીવનની પરંપરામાં આગવી ઓળખ ધરાવે છે. ત્યારે ૩૦૦થી ૪૦૦ કિ.મી.નો અંતર કાપીને આજીવીકા માટે મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર તાલુકાના ભીરોણ ગામના વતની છેલ્લા સાતેક વર્ષથી હળવદ પંથકના સુંદરગઢ ગામે આવેલ વાડીમાં મજુરી કામ કરતા કિર્તાભાઈ કાળુભાઈ ભીલાલા પોતાના પરિવારનો ગુજરાન ચલાવે છે. જેમાં ૧૦ સભ્યોનું પરિવાર અહીં વસવાટ કરે છે. ત્યારે સમગ્ર હળવદ પંથકમાં વતન છોડીને પરદેશ આજીવીકા માટે અનેક પરિવારો આ સમગ્ર પંથકમાં જીવન નિર્વાહ કરી રહ્યા છે. ત્યારે આ આદિવાસી સમાજના પરિવારો આજે પોતાના પૂર્વજાને યાદ કરી આ ઉત્સવ ઉજવે છે.

- text

હળવદની સુર્યનગરની શાળામાં અવ્વલ નંબર રહેતા આદિવાસી બાળકો
સુર્યનગરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો આદિવાસી વિદ્યાર્થી મહેશ રામસંગભાઈ ગત વર્ષે ધો.૭માં પ્રથમ સ્થાન મેળવ્યો હતો અને ધો.પમાં ભણતો સુનિલ સેવજી ડુંગરાભીલ દ્વિતિય નંબર પ્રાપ્ત કર્યો હતો અને ધો.૪માં કિર્તન સેવજી ડુંગરાભીલ દ્વિતિય નંબર હાંસલ કરીને સમગ્ર આદિવાસી સમાજમાં શિક્ષણક્ષેત્રે આગવું સ્થાન મેળવ્યું છે. તેમજ સુર્યનગરની શાળામાં આશરે પ૦ જેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે અભ્યાસમાં પણ ખુબ સારી એવી પ્રતિભા ધરાવે છે. સુર્યનગરની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા બાળકોને વધુને વધુ શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહન પુરૂ પાડવામાં આવી રહ્યું છે.

 

- text