Morbi: ભણતર સાથે ગણતર! લાલપરની નવદીપ વિદ્યાલયની મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ

- text


 

Morbi: આગામી લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં 7મેનાં રોજ મતદાન યોજાનાર છે ત્યારે મોરબી જિલ્લામાં વધુને વધુ મતદાન થાય તે માટે વિવિધ સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

ખાનગી સંસ્થાઓ, સરકારી સંસ્થાઓ દ્વારા લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યો છે. આવા સમયે મોરબીના લાલપરની નવદીપ વિદ્યાલય દ્વારા મતદાન જાગૃતિ માટે અનોખી પહેલ કરવામાં આવી છે. આ શાળા દ્વારા પરિણામમાં મતદાન માટેની અપીલ કરીને માતા-પિતાને અચૂક મતદાન કરવા જણાવવામાં આવી રહ્યું છે.

નવદીપ વિદ્યાલય દ્વારા દર વખતની જેમ ચૂંટણી પૂર્વે વિદ્યાર્થીઓને અપાતા પરીક્ષાના પરિણામમાં માતા-પિતાને મતદાન કરવાની અપીલ કરવામાં આવે છે. આ વર્ષે પણ નવદીપ વિદ્યાલય દ્વારા પરિણામ પત્રકમાં ‘તમારું મતદાન લોકતંત્રનો પ્રાણ સૂત્ર’ લખીને 7 મેના રોજ નૈતિક ફરજના ભાગરૂપે અચૂક મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે.

- text

- text