મોરબીમા બાળકને હેરાન કરવાની ના પાડનાર યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદ

- text


મોરબી : મોરબીમાં નાના બાળકને હાથ મરડી હેરાન કરતા યુવાનને ટપારનાર યુવાન ઉપર હુમલો કરી જાતિ પ્રત્યે અપમાનિત કરી હત્યા કરનાર શખ્સને નામદાર મોરબી કોર્ટે આજીવન કેદની સજા ફટકારી રૂપિયા બે લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરવામાં આવ્યો હતો.

આ કેસની વિગત જોઈએ તો વર્ષ 2021માં મૃતક અજિતભાઈ ગોરધનભાઇ પરમાર અને તેમના મિત્ર ત્રાજપર ચોકડીએ કપડાંની ખરીદી કરવા જતા આરોપી રમેશ ઉર્ફે રમલો મંગાભાઈ બાંભવા એક નાના બાળકની મજાક મસ્તી કરી હાથ મરડતો હોય મૃતક અજિતભાઈએ બાળકને હેરાન ન કરવાનું કહેતા આરોપી રમેશ ઉર્ફે રમલાએ અજિતભાઈને જાતિ પ્રત્યે અપમાનિત કરી તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતારી દેતા આ મામલે મોરબી પોલીસે ગુન્હો નોંધી આરોપીને આશરો આપનાર અન્ય ત્રણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

- text

દરમિયાન આ કેસ નામદાર મોરબીના બીજા એડિશનલ જજ અને સ્પેશિયલ એટ્રોસીટી જજ વિરાટ એ.બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ ની ધારદાર દલીલો અને 16 મૌખિક તેમજ 41 દાસ્તાવેજી પુરાવા ધ્યાને લઇ નામદાર કોર્ટે આરોપી રમેશ ઉર્ફે રમલાને આજીવન કેદ અને રૂપિયા 2 લાખનો દંડ ફટકારતો હુકમ કરી અન્ય આરોપીઓને નિર્દોષ છોડી મુકવા હુકમ કરી દંડની રકમ મૃતકને વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો.

- text