વાંકાનેર તાલુકાના જુના સજનપરમાંથી જુગાર રમતા બે ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેરના જુના સજનપર ગામમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડી જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા. જાણવા મળ્યા મુજબ વાંકાનેર પોલીસે જુગાર અંગે દરોડો પાડી અજયભાઈ લવજીભાઈ મકવાણા જાતે-કોળી ઉવ-૩૦ રહે- કોઠારીયા તા-વાંકાનેર તથા વિનુભાઈ બચુભાઈ ભાલોડીયા જાતે-પટેલ ઉવ-૪૨ રહે- સજનપર જુના ગામમા તા-વાંકાનેર વાળાને ગંજીપત્તાના તીનપત્તીની રમત રોકડ રૂપીયાની લેતી દેતી કરી જાહેરમા રૂપીયાની હારજીતનો જુગાર રમતા કુલ રોકડ રૂ. ૨૨૬૦ ના મુદ્દામાલ સાથે જાહેરમા જુગાર રમતા મળી આવી ગુન્હો કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text