મોરબીના ઋષભનગરમાંથી બાઈકની ચોરી

- text


મોરબી : મોરબીના ઋષભનગર વિસ્તારમાંથી કોઈ અજાણ્યો શખ્સ બાઇકની ચોરી કરી ગયો હોવાની ફરિયાદ મોરબી સીટી બી ડિવિઝનમાં નોંધાઇ છે. પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના ઋષભનગર વિસ્તારમાં નિખિલભાઈ સદરચંદ્રભાઈ શુકલા ઉ.વ. ૨૫નું પાર્ક કરેલું સ્પ્લેન્ડર બાઈક નં.જીજે ૦૩ જેએસ ૦૪૦૩ કોઈ અજાણ્યો શખ્સ હંકારી ગયો હતો. જેથી નિખિલભાઈએ બાઈક ચોરી અંગેની મોરબી સીટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- text

 

- text