મોરબીના કેનાલ રોડ પર બીજા માળેથી પડી જતા બાળકનું મોત

- text


મોરબી : મોરબીના કેનાલ રોડ પર આવેલ બહુમાળી ઇમારતના બીજા માળેથી પડી જતા છ વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.

- text

જાણવા મળ્યા મુજબ બંન્ટી સોલંકી ઉ.વ.૬ રહે. કેનાલ રોડ, આઇકોન રેસીડન્સી, મોરબી.વાળા બીજા માળેથી પડી જતા મરણ ગયેલ હાલતમાં મોરબી સરકારી દવાખાને ખસેડવામાં આવેલ હતો. આ મામલે એ ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

 

- text