માળીયા મિયાણા પોલીસે દેશી દારૂ અને આથા નો જંગી જથ્થો પકડી પાડ્યો

- text


દસ દિવસ મા હજારો લીટર દેશી દારૂ પકડાયો : ૫૦ ભઠ્ઠીઓનો નાશ કરવામા આવ્યો

માળીયા : માળીયા મિયાણા પોલીસે સમગ્ર તાલુકા વિસ્તારમાં દેશી-વિદેશી દારૂની બળીને જડમૂળથી નાબૂદ કરવા કડક કાર્યવાહી હાથ ધરી છે જેમાં છેલ્લા અઠવાડિયામાં દેશીદરૂના પીઠા ઉપર ત્રાટકી ૫૦ થી વધુ ભઠ્ઠી તોડી પડવાની સાથે નવાગામ નજી દેશીની ચાલુ ભઠ્ઠી પર ત્રાટકી દારૂ તથા જંગીમાત્રમાં આથો ઝડપી લીધો હતો.

મળતી વિગત અનુસાર માળીતા મિયાણા પીએસઆઈ જે.ડી.ઝાલાની સુચનાથી ડી સ્ટાફના મહીપતસિંહ સોલંકીને નવાગામ અને મોટી બરાર વચ્ચે આવેલા રામદેવપીર મંદીરની બાજુમા બાવળની ઝાડીમા એક ઈસમ દેશી દારૂ બનાવતા હોવાની ખાનગી બાતમી મળતા મહીપતસિંહ સહીતના સ્ટાફે ઉપરોક્ત જગ્યા એ રેડ કરતા આરોપી તસલીમ હૈદર જેડા જાતે મિયાણા ઉ.વ.૫૦ રહે.નવાગામ તા.માળીયા મી.વાળો ભઠ્ઠી ચાલુ રાખી દેશી દારૂ બનાવતો હોવાનુ નજરે પડતા પોલીસને જોઈ આરોપી તસલીમ નાસી છુટ્યો હતો જેમા બાદમા પોલીસે તપાસ કરતા ચાલુ ભઠ્ઠી ,૨૦ લીટર દેશી દારૂ ,દેશી દારૂ બનાવવા ના આથા નો ૨૧૦૦ લિટર જંગી જથ્થો મળ કુલ ૪૬૦૦ રૂપીયા નો મુદ્દામાલ જપ્ત કરી દેશીદારૂની ભઠ્ઠીઓ માળીયા પોલીસે તોડી નાખી હતી.

- text

આ ઉપરાંત દેશી દારૂ બનાવવા માટે વાપરવા મા આવતા પાણીનો કુવો પણ બનાવવામા આવ્યો હતો જેના પર માળીયા પોલીસે પાણી ફેરવી નાખ્યુ હતુ અને આરોપી તસલીમ હૈદર જેડા વિરૂદ્ધ માળીયા મિયાણાના મહીપતસિંહ હરીસિંહ સોલંકીએ દારૂના નવા કાયદાની કલમ ૬૫ બી ,સી,ડી,ઈ,એફ મુજબ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહ મા માળીયા મીયાણા પોલીસે હજારો લીટર દેશી દારૂ પકડી અને ૫૦ થી વધુ ભઠ્ઠીઓને તોડી નાખી નાશ કરી હોવાનુ સુત્રોમાથી જાણવા મળ્યુ છે.

- text