મોરબી જિલ્લામાં ઇદે મિલાદ પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

- text


 

મોરબી : ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મહમ્મદ સાહેબના જન્મોત્સવની આજે મોરબી શહેર-જિલ્લામાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ઇદે મીલાદના નામે આ જન્મોત્સવ દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહીના રબીઉલ અવ્વલની ૧૨મી તારીખે ઉજવવામાં આવે છે અને તેમાં ખાસ કરીને જુલૂસ કાઢી મુસ્લિમ સમાજ પોતાના પ્યારા પૈગમ્બર સાહેબના ગુણગાન ગાય છે એ રીતે આજે સવારથી મોરબી શહેર જિલ્લામાં જુલૂસો યોજી સર્વત્ર ઇદે મીલાદની ઉજવણી કરવામાં આવી હતી.
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબનો જન્મ આજથી ૧૫૫૦ વર્ષ પહેલા અરબસ્તાનના પહાડી વિસ્તાર ‘મક્કા’ શહેરમાં થયો હતો અને ત્યારથી તેઓની પ્રશંસામાં તેઓનો ‘જન્મોત્સવ’ ઉજવવામાં આવે છે.
આ પૂર્વે ગઇ રાત્રી વિત્યા બાદ આજે વ્હેલી સવારે ૪ વાગ્યે બરાબર તમામ મસ્જિદોમા મીલાદ શરીફ પઢાઇ હતી અને ૫.૪૫ થી ૬  સુધી ‘સલામી’ પઢી પૈગમ્બર સાહેબના જન્મોત્સવને વધાવવામાં આવ્યો હતો. ખાસ કરીને આ ઇદમાં વ્હેલી સવારે મીલાદ શરીફ પઢી સલામી અર્પિત કરવાનું અને જુલૂસનું આયોજન કરવું એ જ મહત્વનું છે.
ઇસ્લામ ધર્મના સ્થાપક અને લાખો પૈગંમ્બર પૈકી  અંતિમ પયગમ્બર હઝરત મુહમ્મદ સાહેબની આ જન્મ જયંતી ઇદે મીલાદના સ્વરૂપે દર વર્ષે ઇસ્લામી પંચાગના ત્રીજા મહિનાની ૧ર મી તારીખે ઉજવાય છે. અને ઇસ્લામ ધર્મની રમઝાન ઇદ અને બકરી ઇદ થી પણ વિશેષ મહત્વ આ ઇદનું મહત્વ છે અને આમ ઇસ્લામ ધર્મની  પૈયગમ્બર જન્મોત્સવની આ ઇદને સૌથી મોટી ઇદ ગણવામાં આવે છે.
મુસ્લિમ જગતમાં ઉજવાતી આ ઇદે મીલાદની ગઇ મોટી રાતે દરેક મસ્જીદોમાં નમાઝ પઢી તકરીરો થઇ હતી. વિશેષત વ્હેલી સવારે મીલાદ સલામી થયા બાદ નિયાઝ વિતરણ કરાઇ હતી. ખાસ કરીને ગારે હિરાનાવાસી અરબનાસ્વામી, હઝરત મુહંમદ સાહેબનાં જન્મોત્સવના અવસરે મસ્જીદો – મદ્રેસા, જાહેર સ્થળો અને જૂલૂસોમાં મુસ્લિમ સમાજ દ્વારા મીઠાઇ વહેચી ઇદની શુભેચ્છાઓ પાઠવી દાન-પુણ્ય કરી નવા વસ્ત્રો પહેરી ઝૂલૂસને શોભારૂપ બનાવેલ હતા.

- text

- text