યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ઈદે મિલાદ ઉન નબી તહેવારની પ્રેણાદાઇ ઉજવણી કરાઈ

- text


સર્વ ધર્મ સમભાવના ના સૂત્ર ને ચરિતાર્થ કરવા ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં આશરે ૭૦૦ બાળકોને ઋતુ આધારિત પોષ્ટીક આહારનું વિતરણ

મોરબી : યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા દરેક ભારતીય ઉત્સવનો ની ઉજવણી કરવાની પરંપરા જાળવી રાખીને આપણા દેશમાં વસતા અલગ અલગ ધર્મોના તહેવારો સહુ સાથી મળીને ઉજવીને વિવિધતામાં એકતાના તથા સર્વ ધર્મ સમભાવના ના સૂત્ર ને ચરિતાર્થ કરતા આજ રોજ ઈદે મિલાદ ઉન નબી તહેવાર નિમિતે મોરબી શહેરમાં આવેલા વિવિધ ઝુપડપટ્ટી અને પછાત વિસ્તારમાં આશરે ૭૦૦ બાળકોને ઋતુ આધારિત પોષ્ટીક આહાર શીંગપાક, ડારિયાપાક, તલસાંકળી, મમરાના લાડુ સહીત ખોરાક ની કીટ વિતરણ કરીને દુનિયાને ઇસ્લામના સિદ્ધાંતો દ્વારા માનવતાનો મહિમા શીખવનાર હઝરત મહંમદ પયગમ્બર (સ.અ.વ.)સાહેબે નો જન્મદિવસ ઈદે મિલાદ ઉન નબી ની સાર્થક ઉજવણી કરી વિશ્વ માં પ્રેમ અને સ્નેહમય બની રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેન રબારીએ જણાવ્યું હતું કે દરેક ધર્મના તહેવારોની પ્રેણાદાઇ ઉજવણી કરવી અને સર્વ ધર્મ સમભાવની ભાવના સાથે આજે ઈદે મિલાદ ઉન નબી તહેવારની ઉનોખી ઉજવણી કરવામાં આવી હતી.

- text