વાંકાનેર : ઓફિસમાં જુગાર રમતા આઠ પાનાપ્રેમીઓ પકડાયા

- text


વાંકાનેરનાં જીનપરા ખાતે આવેલા ભાટીયા કોમ્પ્લેક્ષમાં ઓફીસ ભાડે રાખી જુગારધામ ચલાવતા સરફરાજ હુશેન મકવાણા તથા જાહીદખાન પઠાણ સહિતના ૮ શખ્સેને પોલીસ અધિકારી એમ.ડી. ચંદ્રાવાડીયાને મળેલી બાતમીના આધારે પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે દરોડા પાડતા પત્તાપ્રેમીઓ પાસેથી રૂ. એક લાખ ત્રણ હજાર એકસો પાત્રીસ રૂપીયા રોકડા અને બાર મોબાઇલ કિંમત લાખથી વધુ તેમજ છ ગજીપત્તાની જોડી સાથે પોલીસ અધિકારી ચંદ્રાવાડીયા, બીટ જમાદાર રાઉમા તથા તેના સ્ટાફે સરફરાઝ હુશેન મકવાણા, જાવેદખાન ફકીર મામદ પઠાણ, વિનોદ ચકુભાઇ અઘેરા, લાભશંકર રામજી, અમિત ઉર્ફે શટલો, શરીફ, ઓમદેવસિંહ કિરીટસિંહ અને હુશેનભાઇ સહિત આઠ જેટલા આરોપીઓને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

 

- text