મોરબીમાં ૧૩ બોટલ દારૂ સાથે બે પકડાયા

- text


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ત્રાજપર ચોકડી પાસેથી જીજેઓ૩ એચકયુ ૧૧૪૩ નં.ના બાઇક પર સવાર દિપક શિવરામ વરાણીયા કોળી અને સંજય મનુ કોળી રહે. ત્રાજપર ખારી પસાર થઇ રહ્યા હતા ત્યારે પોલીસે રોકી તપાસ કરતા આરોપી પાસેથી ૧૩ બોટલ ઇંગ્લીશ દારૂની મળી આવી હતી. પોલીસે રૂ. ૩૯૦૦નો દારૂ અને રૂ. ૩પ હજારનું બાઇક મળી કુલ રૂ. ૩૮,૯૦૦ના મુદ્દામાલ સાથે બન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ફાઈલ ફોટો

- text