વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કમીશન એજન્ટ એસો. દ્વારા મામલતદારને આવેદન

- text


વાંકાનેર : ખેત ઉત્પાદનો માટે જીએસટી કાયદાનું સરળીકરણ કરવા બાબતે માર્કેટિંગ યાર્ડ કમીશન એજન્ટ એસો. દ્વારા મામલતદાર શ્રીને આવેદન આપી જણાવવામાં આવ્યું છે કે, સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલો જીએસટીને સૌ વેપારી ખરા દિલથી સહર્ષ સ્વીકારીએ છીએ. માર્કેટ યાર્ડમાં નીમાયેલા કમીશન એજન્ટ દલાલો પાસે ખેડૂતો દ્વારાર કમીશન વેચાણ કરવા માટે મોકલવામાં આવતા માલ અત્યાર સુધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનાં કાનુન નંબર ૫૮(૧) મુજબ જાહેર હરેરાજી કબાલા બનાવીને વેંચન કિંમત મુજબ ખેડૂતને પુરેપુરી રકમ ચૂકવામાં આવે તેન બદલે નવા જીએસટી કાયદાની જોગવાઈ મુજબ ખેડૂત દ્વારા મોકલાવવામાં આવતા માલની યુઆરડી ખરીદીને રીવર્સ ચાર્જ સીસ્ટમથી નેટ જીએસટી ભરવાનો થાય છે. જેનો વિરોધ છે. તેના બદલે વેત સમયની સીસ્ટમ બિલીંગ માટે રાખી શકાય છે અને તેમાં સરકારને મળવાપત્ર ટેક્સની રકમમાં કોઈ ફેરફાર થતો નથી. આ ફેરફારથી સરકારને કોઈ આવકમાં નુકસાની થતી નથી.

- text

માર્કેટિંગ યાર્ડમાં આવતા ખેડૂતોનાં માલ ઉપર ભાડાની ઉપરી ૧૮ ટકા જીએસટીની જોગવાઈ છે તેનાથી ખેડૂતો ઉપર બોજો વધશે. જેથી ખેડૂત આ અંગે વિરોધ નોંધાવે છે. એક માર્કેટિંગ યાર્ડથી બીજા માર્કેટિંગ યાર્ડમાં વેંચાણ માટે જતા માલમાં જીએસટી ટેક્સ ભરેલો હોવા છતાં તેને ફરીથી બીજી સપ્લાય ગણી ટેક્સ લેવાનો નિયમ છે. તેનો પણ વિરોધ નોંધાવતા સરકાર સરળ પ્રક્રિયાને વેગ આપશે તો ખેડૂતોને ખેતપેદાશો નો પોષણક્ષમ ભાવ મળી વેપાર વાણીજ્ય સુગમ બનશે એવું વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કમીશન એજન્ટ એસો. વતી જણાવવામાં આવ્યું છે.

- text