રંગ છે મતદારોને : માળિયાના ચમનપર ગામના બુથમાં 4 જ કલાકમાં 57 ટકા મતદાન

- text


ભરતનગરના એક બુથમાં 52 ટકા તો મોરબી શહેરના રામકૃષ્ણનગરના એક બુથમાં 44 ટકા જેવું ઊંચું મતદાન

મોરબી : મોરબી જિલ્લાના મતદારો આજે લોકશાહીના રંગે રંગાઈ રહ્યા છે. શહેરી અને ગ્રામ્ય બન્ને વિસ્તારોમાં મતદારોનો ઉત્સાહ સાતમા આસમાને છે. ત્યારે અમુક બુથ એવા પણ છે જ્યાં માત્ર 4 કલાકમાં 44થી લઈ 57 ટકા જેટલું વોટિંગ થઈ ગયું છે.

મોરબી જિલ્લાની મોરબી- માળિયા, ટંકારા અને વાંકાનેર વિધાનસભા વિસ્તારમાં આજે લોકસભા ચૂંટણી માટે સવારે 7 કલાકથી મતદાન શરૂ થઈ ગયું હતું. વહેલી સવારથી જ મતદારોએ મતદાન મથકો બહાર કતારો લગાવી હતી. બીજી તરફ મોરબી- માળિયા વિધાનસભા વિસ્તારના ત્રણ બુથ કે જ્યાં સવારે 7 થી 11 દરમિયાન સૌથી વધુ મતદાન થયું છે ત્યાંની મતદાનની ટકાવારી જાહેર થઈ છે.

- text

જેમાં માળીયાના 51-ચમનપર બુઠમાં 57.71 ટકા મતદાન થયું છે. મોરબી ગ્રામ્યના 105-ભરતનગર- 1 બુથમાં 52.28 ટકા મતદાન નોંધાયું છે. જ્યારે મોરબી શહેરના 126- વિવેકાનંદ કન્યા પ્રાથમિક શાળા, કોમ્યુટર લેબ, રામકૃષ્ણ નગર બુથમાં 44.12 ટકા મતદાન નોંધાયુ છે.

- text