Morbi: ધરમપુરનાં પોલીગ બૂથ પર સિરામિક સિટીનું પ્રદર્શન: મતદારોમાં ભારે ઉત્સાહ

- text


Morbi: મોરબી તાલુકાના ધરમપુર ગામમાં બપોર પહેલા જ 30 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. ધરમપુરમાં હાલ મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મોરબીનાં ધરમપુર ગામે સિરામિક ઉદ્યોગની આગવી ઓળખ અને સિરામિક ઉદ્યોગની જ્વલંત સફળ યાત્રાને પ્રદર્શિત કરતું મતદાન મથક તૈયાર કરવામાં આવ્યું છે. વિશ્વનું બીજુ સૌથી મોટું સિરામિક કલસ્ટર, મોરબીના સિરામિક ઉદ્યોગની વિશેષતાઓ અને સિરામિક ઉદ્યોગમાં નળિયાથી વિક્ટ્રીફાઈ સુધીની સફરની થીમ આધારિત મતદાન મથકમાં વિશેષતાઓ ઉભી કરવામાં આવી છે. આ ઉપરાંત, સિરામિક ઉદ્યોગ સંલગ્ન ટાઈલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટ પણ પ્રદર્શનમાં મૂકવામાં આવી છે.

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળા અને સમગ્ર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મોરબી આ મતદાન મથક ખાતે સિરામિક ઉદ્યોગનો ટુંકો ઈતિહાસ, ટર્ન ઓવર, કેટલા લોકોને રોજગારી આપવામાં આવે છે વગેરે બાબતોને ધ્યાનમાં રાખી મતદાન મથક ઉભુ કરવામાં આવ્યું છે. જેને લોકો નીહાળી રહ્યા છે.

આ ઉપરાંત મતદાન મથક પર મતદારોને ઉનાળાની ગરમીમાં રાહત મળે તે માટે ઠંડી છાશનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેનો મોટી સંખ્યામાં મતદારો લાભ લઈ રહ્યા છે. સાથે જ મતદાન મથક પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેલ્ફી પોઇન્ટ પણ બનાવ્યો છે.

- text

- text