Morbi: દેશની સમસ્યાની ‘સારવાર’ છે મતદાન; ચાલુ સારવારે દર્દી મતદાન કરવા આવ્યા

- text


મોરબી : હાલ જિલ્લાભરમાં લોકસભા ચૂંટણીને લઈને મતદારોમાં એક અલગ જ પ્રકારનો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે મોરબીના એક મતદાર આજરોજ સારવાર વચ્ચે ડોક્ટરની સલાહ બાદ તેઓ મતદાન કરવા પહોંચ્યા હતા.

મોરબી શહેરના વોર્ડ નંબર 4માં આવેલા નોબલ કિડ્સ સ્કૂલ મતદાન મથક ખાતે મહેશભાઈ જીવણભાઈ શિયારે પોતાની સારવાર ચાલુ હોવા છતાં મતદાન મથક ઉપર આવીને મતદાન કર્યું હતું. મહત્વનું છે કે, મહેશભાઈ શિયાર હાલ સારવાર ચાલુ છે. તેઓનું ઓપરેશન પણ બાકી હતું. ત્યારે આજે મતદાનના દિવસે પોતાનો નાગરિક ધર્મ સમજીને તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું.

- text

- text