મોરબી જિલ્લામાં ચાલુ મતદાને 11 જેટલા મશીનોમાં ખામી સર્જાઈ

- text


11 વાગ્યા સુધીમાં 2 BU, 2 CU અને 7 VVPT મશીન બદલાવાયા

મોરબી : મોરબી જિલ્લામાં સવારથી જ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન શરૂ થઈ ગયું છે. મોરબી જિલ્લામાં મતદાન શરૂ કરતાં પેહલા બે થી ત્રણ બુથ પર મોકપોલ દરમિયાન અમુક મશીનોમાં ખામી જણાતા તેમને બદલવામાં આવ્યા છે. જ્યારે મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં પણ જુદી જુદી જગ્યાએ 11 કેટલા મશીનોમાં ખામી સર્જાતા તેમને બદલવામાં આવ્યા હતા.

આ અંગે ચૂંટણી તંત્ર માંથી મળતી માહિતી મુજબ મોરબી જિલ્લાની મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં મતદાન પેહલા મોકપોલ દરમિયાન જુદા જુદા બૂથમાં 3 BU, 8 CU અને 8 VVPT મશીનમાં ખામી સામે આવતા તેમને બદલવામાં આવ્યા હતા

- text

જ્યારે મતદાન શરૂ થયા બાદ 11 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં ચાલુ મતદાન દરમિયાન જુદા જુદા બુથ પર 2 BU, 2 CU અને 6 VVPT મશીનમાં ખામી સર્જાતા તાકીદે તેમને બદલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલ શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે.

- text