મોરબી : આરટીઓ કચેરીમાં તા.૫થી ૯ જુલાઈ લાયસન્સને લગતી કામગીરી બંધ રહેશે

મોરબીમાં આર.ટી.ઓ. કચેરી ખાતે તા.૫થી ૯ જુલાઇ દરમિયાન લાયસન્સને લગતી તમામ કામગીરી બંધ રહેશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી મોરબી દ્વારા જણાવવામાં આવ્યું છે. આર.ટી.ઓ. કચેરીમાં હાલ લાયસન્સ વિભાગની કોમ્પ્યુટરરાઇઝ સીસ્ટમમાં આગામી તા.૯ જુલાઈથી નવા વર્ઝન સારથી-૪.૦માં રૂપાંતરિત કરવામાં આવતી હોવાથી આ સમય દરમિયાન લાયસન્સને લગતી કામગીરી બંધ રહેશે. જૂની સીસ્ટમની જગ્યામાં ફેરફાર કરી આરટીઓમાં ઓનલાઈન વેબબેઈઝ સીસ્ટમથી કામગીરી કરવામાં આવશે. તેમજ આ સીસ્ટમ અપગ્રેડ સમય દરમિયાન વાહનોની રજીસ્ટ્રેશનને લગતી તમામ કામગીરી રાબેતા મુજબ ચાલુ છે.