મોરબી : સિરામિક એકમો દ્વારા પ્રદુષિત પાણી કેનાલમાં નિકાલ કરવાની ફરિયાદ

- text


પ્રદુષણ બોર્ડે બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરી મોકલ્યા : રિપોર્ટ પોઝિટિવ આવશે તો જવાબદાર સિરામિક એકમ સામે કડક કાર્યવાહી કરાશે

મોરબીમાં અમુક સિરામિક એકમ દ્વારા પ્રદુષિત પાણી કેનાલનાં નિકાલ કરતાં હોવાની ફરીયાદ ઉઠી છે. ત્યારે પ્રદુષણ બોર્ડે બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરવા મોકલ્યા છે.
મોરબીનાં રંગપર સહિતના આજુબાજુના ગામના લોકોમાં ઉઠેલી ફરીયાદ મુજબ કેનાલ પાસે આવેલા અમુક સિરામિક એકમો દ્વારા સિરામિકના ગેસી ફાયરનું કેમિકલયુકત પાણીનો કેનાલમાં નિકાલ કરવામાં આવે છે. આ બાબતે ગ્રામજનોએ સ્થાનિક પ્રદૂષણ બોર્ડને ફરીયાદ કરી જ્વાબદારો સામે કડક હાથે કામ લેવાની માંગ કરી હતી. જેના પગલે પ્રદુષિત બોર્ડે બે સ્થળેથી પાણીના નમૂના લઈ પૃથ્થકરણ કરી મોકલ્યા છે. આ અંગે પ્રદૂષણબોર્ડના અધિકારી બી.જી.સૂત્રેજાએ જ્ણાવ્યું હતું કે, પીપળી રોડ પર આવેલા સનફેમ સિરામિક એકમ દ્વારા ગેસી ફાયરનું પ્રદુષિત પાણી નદી નાળામાં ઠાલવી દેવાયું હતું. તેમજ ઘૂટું રોડ પરના સિરામિક એકમે ગેસી ફાયરનું પ્રદુષિત પાણી વરસાદી પાણીમાં વહાવી દીધું છે. આ પ્રકારની ફરીયાદો મળતા જી.પી.સી.બી.નાં અધિકારીઓ દોડી ગયાં હતાં. અને ત્યાંથી પાણીનાં નમૂના લઈને લેબોરેટરીમાં મોકલી દેવાયા છે. જો આ અંગે રિપોર્ટ પોઝિટિવ આવશે તો જવાબદાર સિરામિક એકમ સામે કડક કાર્યવાહી કરાશે તેમ તેમણે જ્ણાવ્યું હતું.

- text

- text