મોરબીની ટાઈલ્સને દુનિયામાં બ્રાન્ડ નં ૧ બનાવવા માટે મુંબઈમાં મહત્વની મિટિંગ યોજાઈ

- text


મોરબી : મોરબી સીરામીક એસો. દ્વારા મોરબીના સીરામીક ઉદ્યોગને આગળ લઈ જવા માટે અનેક પ્રયાસો મક્કમતા પૂર્વક શરૂ કરાયા છે. જેમાં મોરબીના સીરામીક ઉદ્યોગને વિશ્વ સ્તરે લઇ જનાર વાઇબ્રન્ટ સિરામિક એક્સ્પો બાદ મોરબી સીરામીક ઉદ્યોગના કલ્સ્ટર માટે એકસપોટઁમાં મોરબીની ટાઈલ્સને દુનિયામાં બ્રાન્ડ નં ૧ બનાવવા માટે one culster one brand ની નેમ સાથે એસો. આગળ વધી વધી રહ્યું છે. તેની શરુઆત અને તેના પહેલા ભાગરુપે મુંબઈ ના પ્રખ્યાત કન્સલટન્ટ સાથે અેક લાંબી અને મહત્વ બેઠકનું આયોજન મુંબઈ ખાતે કરવામા આવ્યું હતું. જેમાં પ્રમુખશ્રી કે. જી. કુંડારીયા, ઉપપ્રમુખ નરેન્દ્ર પટેલ, ભાવેશ પટેલ, પ્રકાશ વરમોરા હાજર રહ્યા.

સાથે સાથે ઓસ્ટ્રેલિયાથી આવેલ આ જ ક્ષેત્રના નિષ્ણાત સલાહકાર આર. જે સીંગ સાથે પણ મુંબઈ ખાતે મીટીંગ રાખવામા આવી હતી. જેમા ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં નિકાસ સાથે બ્રાન્ડ કંઈ રીતે બનાવવી તેની ઉંડાણથી ચચાઁ કરવામાં આવી હતી. આ અંગે મોરબી સીરામીક ઉદ્યોગના પ્રમુખ કે.જી.કુંડરિયાએ જણાવ્યું હતું કે નિકાસ સાથે ટાઈલ્સની મોટી બ્રાન્ડ કઈ રીતે તેનુ મિશન શરૂ કરાયું છે. જેના ભાગરૂપે મુંબઈમાં આ ક્ષેત્રના પ્રોફેશનલો સાથે મિટિંગ યોજવામાં આવી હતી.

- text

- text