હડમતિયા : વિશ્વયોગ દિવસ નિમિત્તે તડામાર તૈયારીઓ શરુ

- text


ટંકારા તાલુકાના હડમતિયા (પાલણપીર) ગામમાં ૨૧ જૂનનાં “વિશ્વયોગ દિવસ” નિમિત્તે ગામના યુવાનો, વડિલો, મહિલાઓ, બાળકો દ્વારા “વિશ્વયોગ દિવસ”ની તા.૧૭ જૂનથી ૨૧ જૂન સવારે ૫.૧૫થી ૬.૧૫ વાગ્યા સુધી “આઝાદબાગ”માં પાંચ દિવસીય ઉજવણી કરવામાં આવશે.

- text

” યોગ શું છે…? યોગ શબ્દનો અર્થ છે જોડવું. જીવાત્માનું પરમાત્માં સાથે મિલન.”
વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે યોગ અત્યંત લાભદાયી છે. યોગના સીધા ફાયદા જોઈએ તો યોગથી આપણું મન એકાગ્ર બને અને શરીર નિરોગી થાય છે. યોગથી તનને તાજગી મળે તેમજ સ્પર્ધાત્મક યુગમાં ટેન્શન ફ્રી રહી શકીએ છીએ. આ હેતુથી યોગ દિવસનું આયોજન કરેલુ છે. યોગ સમયે આશન (શેતરંજી) તથા પાણીની બોટલ પણ સાથે લઈને આવવું તેવું યોગકર્તાઓએ આ તબક્કે જણાવ્યું હતું. યોગની સાથે સાથે “શરીરને સ્વસ્થ તેમજ ભારતને સ્વચ્છ” કેમ રાખવું તે અંગેની ટિપ્સ પણ આપવામાં આવશે.
આ પ્રસંગે ગામના જ યોગ નિષ્ણાત યુવાનો કામરીયા કિશોરભાઈ, ડી.સી.રાણસરીયા, બી.પી. પટેલ તેમજ આયોજક કર્તા પિન્ટું મેરજા હાજર રહી ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો ભગીરથ પ્રયાસ કરશે. તેમજ ૨૧ જુનના દિવસે માધ્યમિક અને પ્રાથમિક શાળામાં “સામુહિક વિશ્વયોગ દિવસ”ની ઉજવણી કરવામાં આવશે. આ માટે ઘરે ઘરે પત્રિકાનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.

- text