માલગાડી પસાર થતા સમયે ટ્રેક્ટર ખુલ્લું ફાટક ક્રોસ કરવા જતા દુર્ઘટના સર્જાય : ડ્રાઈવરનો બચાવ

- text


હળવદ : રણજીતગઢ પાસે ટ્રેનની ઠોકરે ટ્રેક્ટર ૧૫ ફૂટ દૂર ફગોવાયું

હળવદ તાલુકાના રણજીતગઢ ગામની સીમમાંથી પસાર થતી કચ્છ-અમદાવાદ માલગાડી ખુલ્લા ફાટક પાસે એક ટ્રેક્ટર સાથે અથડાતા ટ્રેક્ટર ફંગોળાઈ ગયું હતું. જ્યાર ડ્રાઈવરનો બચાવ થયો હતો. આ સાથે જ આસપાસનાં વિસ્તારનાં લોકોનાં ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.
હળવદ તાલુકામાં ટ્રેનની હડફેટે આવતા મૃત્યુનાં બનવો વધી રહ્યા છે ત્યારે બુધવારે ગામની સીમમાંથી પસાર થતી કચ્છ-અમદાવાદની માલગાડીએ ગામની સીમમાં જઈ રહેલા એક ટ્રેક્ટરને અડફેટે લેતા ટ્રેક્ટર ૧૫ ફૂટ જેટલું દૂર જઈ ફંગોળાઈ ગયું હતું. જેથી ટ્રેક્ટરનાં આગળના ભાગમાં નુકસાન થવા પામ્યું છે. જ્યારે ટ્રેક્ટર ચાલકનો ચમત્કારિત બચાવ થઈ મોટી દુર્ઘટના ટળી હતી.

- text