મોરબીના નીચી માંડલ નજીક શિવ વિટ્સ હોટલમાં આગ

- text


હોટલના બેંકવેટ હોલમાં શોર્ટ સર્કિટથી આગ લાગી, હોટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા તાકીદે આગ પર કાબૂ મેળવી લેવાયો

મોરબી : મોરબીના નીચી માંડલ નજીક આવેલી શિવ વીટ્સ હોટલમા આજે સવારના અગિયારેક વાગ્યાના અરસામાં બેંકવેટ હોલમાં આગ લાગી હતી. જોકે હોટલ મેનેજમેન્ટ ટીમ દ્વારા તરત જ હાજર ફાયર સેફ્ટી નાં સાધનો વડે આગ પર કાબૂ મેળવી લીધો હતો. જેથી આગની આ ઘટનામાં કોઈ વ્યાપક નુકશાન કે, જાનહાનીની ઘટના બની ન હોવાનું સામે આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નીચી માંડલ નજીક આવેલી શિવ રીચ હોટલમા આજે સવારના અગિયારેક વાગ્યાના અરસામાં બેંકવેટ હોલમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી ગયું હતું. દરમિયાન હોટલના સંચાલકોએ શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું જણાવ્યું હતું. આ ઘટનામાં કોઈ જાનહાની કે મોટું નુકસાન થયું ન હોવાનું જાણવા મળે છે.

- text

- text