મોરબી તાલુકા શાળામાં ધો. 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

- text


મોરબી : મોરબી શહેરની પ્રાથમિક શાળા તાલુકા શાળા નં. 1 ખાતે ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલુકા શાળાના બાળકો દ્વારા વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકો, શૈક્ષણિક સ્ટાફ, બુનિયાદી કન્યા શાળાનો શૈક્ષણિક સ્ટાફ તથા મધ્યાહન ભોજન સ્ટાફ બધાએ સાથે ભોજન લીધું. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો ભાવેશભાઈ બાવરવા, ભાવેશભાઈ બોરીચા, હરદેવભાઈ ડાંગર, દિપકભાઈ જાદવ, વંદનાબેન ઠોરીયા, તૃપ્તિબેન પુજારા, પ્રજ્ઞાબેન ફુલતરીયા, હિતાબેન અઘેરા તેમજ આચાર્ય સુભાષભાઈ ખાંભરા દ્વારા બાળકોને શુભેચ્છા પાઠવી તેમજ યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું.

- text