મોરબીમાં જમાઈ જમ બન્યો, સાસુનું માથું ફોડી નાખ્યું 

- text


દીકરીને પોતાના ઘેર તેડી આવેલા માતા સાથે ઝઘડો કરી જમાઈ સહિતના ત્રણે હુમલો કર્યો 

મોરબી : રાજકોટ રહેતી પરણિત દીકરીને મોરબી રહેતા માતા પોતાના ઘેર લાવતા જમાઈને સારું નહીં લાગતા લોખંડના પાઇપ વડે હુમલો કરી સાસુના માથામાં ઈજાઓ કરી અન્ય બે શખ્સોએ પણ મુંઢમાર મારતા બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ અમરેલી જિલ્લા સાવરકુંડલા તાલુકાના વતની અને હાલમાં મોરબીના શનાળા નજીક રહેતા મંગુબેન કાળુભાઇ વાઘેલા ઉ.40 નામના મહિલાએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે તેઓ પોતાની દીકરીને ઘેર લઈ આવતા રાજકોટ રહેતા તેમના જમાઈ સાગર બહાદુરભાઈ માથાહુડીયાને સારું નહીં લાગતા આરોપી સાગરભાઇ બહાદુરભાઇ માથાહુડીયા, નાગજીભાઇ બહાદુરભાઇ માથાહુડીયા તથા વિજય કોળી રહે. ત્રણેય આમ્રપાલી ફાટક રાજકોટ વાળાઓ મંગુબેનના ઘેર આવ્યા હતા અને ગાળાગાળી કરી મંગુબેનને માથામાં જમાઈએ પાઇપ ફટકારી દઈ ઢીંકા પાટુનો માર મારતા બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ત્રણ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text

- text