મોરબીમાં સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો, દારૂનું ગોડાઉન ઝડપાયું 

- text


મોડીરાત્રે લાલપર નજીક ઓપરેશન હાથ ધરી હજારો પેટી દારૂ સાથે આરોપીઓને દબોચ્યા 

મોરબી : મોરબીમાં એક મહિના જેટલા સમયગાળા બાદ ગત મોડીરાત્રે ફરી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી મોરબી તાલુકાના લાલપર ગામ નજીક વિદેશી દારૂનું ગોડાઉન ઝડપી પાડી હજારો પેટી દારૂ કબ્જે કરવાની સાથે કેટલાક આરોપીઓને પણ ગિરફ્તમાં લીધા છે, જો કે દરોડા અંગેની સત્તાવાર જાહેરાત હજુ કરાઈ નથી અને મોટાપ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપાયો હોય ગણતરી બાદ વિગતો જાહેર કરવામાં આવશે.એસએમસીના દરોડા બાદ સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઇ છે.

સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ મોરબી -વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક આવેલ લાલપર એસ્ટેટ તરીકે ઓળખાતી જગ્યામાં આવેલ શ્રીરામ ગોડાઉનમાં ગત મોડીરાત્રે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થાનિક પોલીસને ઊંઘતી રાખી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડી ગોડાઉનમાં હાજર રહેલા શખ્સોને અટકાયતમાં લીધા હતા.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ફેબ્રુઆરી માસની શરૂઆતમાં મોરબીના વિરપરડા ગામના પાટિયા નજીકથી પોલીસની સંડોવણી વાળા ડિઝલચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો જે બાદ મોરબી તાલુકા પોલીસની હદમાં જ ગતરાત્રીના દરોડો પાડી વિદેશી દારૂનો વિશાળ જથ્થો પકડી પાડતા સનસનાટી મચી જવા પામી છે અને મોરબી પોલીસને દોડધામ થઇ પડી છે, સૂત્રોના જણાવ્યા મુજબ હજારો પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હોય એસએમસીની ટીમેને રાતભર ગણતરી કરવી પડી હતી.

- text

- text