વાંકાનેરના યુવાનને ઇન્સ્ટાગ્રામ ઉપર બંદૂકના ફોટા અપલોડ કરવા ભારે પડ્યા : ગુન્હો દાખલ 

- text


એસઓજી પોલીસ ટીમે પરવાના વાળું હથિયાર ફોટો પાડવા આપનાર ગનમેન સામે પણ કાર્યવાહી કરી 

વાંકાનેર : વાંકાનેર શહેરમાં રહેતા યુવાને સીનસપાટા કરવા માટે પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બંદૂક સાથેના ફોટા આપલોડ કરતા મોરબી એસઓજી ટીમે આ યુવાન તેમજ યુવાનને ફોટા પાડવા માટે પરવાનાવાળું હથિયાર આપનાર સિક્યુરિટી ગનમેન વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરના ભરવાડ પરા વિસ્તારમાં રહેતા સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયા ઉ.22 નામના યુવાને પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બારબોરની બંદૂક સાથેના ફોટા અપલોડ કર્યા હોય એસઓજી ટીમે સમાજમાં ભય ફેલાવવા સબબ આરોપી સામાભાઇ ઉર્ફે રોકુ ધીરૂભાઇ કાઠીયાની ધરપકડ કરી આરોપીને ફોટા પાડવા માટે હથિયાર આપનાર ઘીયાવડ ગામના સિક્યુરિટીમેન ઉદયસિંહ વિરમજી ઝાલાની પણ ધરપકડ કરી બન્ને વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text

- text