માળિયાના રોહીશાળા નજીક ટ્રેન નીચે આવી જતા અજાણ્યા યુવકનું મોત

- text


માળિયા : માળિયાના રોહીશાળા ગામ પાસે ટ્રેન નીચે આવી જતા એક યુવકનું મોત થયું છે. હાલ સુધી આ યુવકની ઓળખ થયેલ નથી. યુવકની ઉંમર અંદાજે 35થી 40 વર્ષ વચ્ચે છે.હાલ પોલીસ દ્વારા તેના વાલી વારસની શોધખોળ ચલાવીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text