માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

- text


મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો

મોરબી : મચ્છુ – 3 ડેમમાં મરામત કામગીરી માટે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ડેમના પાણી હરિપર અને ગુલાબડી વાંઢ વિસ્તારના મીઠાના અગરોમા ઘુસી જતા 100 જેટલા અગર પાણીમાં ગરક થવાથી અગરિયાઓની મહેનત ઉપર પાણી ફરી વળ્યું હોવાનું બહાર આવ્યું છે.

માળીયા મિયાણા તાલુકામા મોટા પ્રમાણમાં મીઠાનું ઉત્પાદન થાય છે ત્યારે સોમવારે મોરબીના મચ્છુ -3 ડેમમાં મરામત કામગીરીને કારણે એક દરવાજો ખોલી પાણી છોડવામાં આવતા માળીયા મિયાણા તાલુકાના હરિપર અને ગુલાબડી ગામે આવેલ મીઠાના અગરોમા આ પાણી ઘુસી જતા સો જેટલા અગર પાણીમાં ગરક થઈ જતા અગરિયા પરિવારોની વર્ષ ભરની કમાણી ડૂબી ગઈ હોવાનું સામે આવ્યું છે.

- text

આ મામલે અગરિયા હિત રક્ષક સમિતિના મારુતભાઈએ જણાવ્યું હતું કે, તંત્રએ આગોતરી જાણ વગર મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડી દેતા આ પાણી અગરમાં ઘુસી ગયા હતા અને તૈયાર મીઠાનો તમામ જથ્થો ઓગળી ગયો હોવાનું જણાવી તંત્રની બેદરકારી સામે પગલા ભરવા માંગ કરી હતી.

- text