વાંકાનેરમાં તોફાની માવઠાને કારણે ઠેર – ઠેર વૃક્ષો ધરાશાયી

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં આજે સવારે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. જેના કારણે વાંકાનેર શહેરમાં અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે.

ભારે પવનના કારણે વૃક્ષો પડી જતા ઘણા રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રસ્તા પર વૃક્ષો પડી જતા વાહન ચાલકોને આવન જાવનમાં ભારે મુશ્કેલી પડી હતી. ત્યારે નગરપાલિકા દ્વારા વૃક્ષો હટાવીને રસ્તા ખુલ્લા કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

- text

- text