મોરબીમાં તોફાની કમોસમી વરસાદ બાદ વીજ પુરવઠો ઠપ્પ

- text


બરફના ઝાંઝવતી વરસાદથી નળીયા સિમેન્ટના પતરાવાળા અનેક ઘરોમા ભારે ખાનાખરાબી થઈ

મોરબી : મોરબીમાં આજે સવારે ભયાનક બરફના વરસાદનું તોફાન આવ્યું હોય તેવી સ્થિતિ વચ્ચે રીતસર બરફના કરાનો વરસાદ તૂટી પડતા સિમેન્ટના પાતરાવાળા મકાનોમાં બખ્ખા પડી ગયા હતા. આ ઝાંઝવાથી વરસાદને પગલે વીજ પૂરવઠો ખોરવાય ગયો હતો.

મોરબીમાં આજે સવારે જાણે ફરી ચોમાસુ બેસી ગયું હોય તેમ વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. આ કમોસમી વરસાદ સાથે બરફના કરાનો વરસાદ પડ્યો હતો. જેથી નળીયાવાળા અને પતરાવાળા મકાનોમાં આકાશમાં ધડાધડ બરફના કરા પડતા ભારે ખાનાખરાબી થઈ હતી અને નળીયા તેમજ સિમેન્ટના પતરામાં રીતસર બખ્ખા કરી બરફના કરાનો ઘરોમાં ઢગલો થયો હતો. આવા અનેક મકાનો ચારણી બની ગયા હતા. જો કે આ બરફના ભંયકર તોફાનની સાથે વીજળી ગુલ થઈ ગઈ હતી. બરફના કરા સાથે તેજ પવન ફૂંકાતાની સાથે મોરબીમાં વીજળી ગુલ થઈ જતા ભારે હાલાકી પડી હતી. ભર શિયાળે ચોમાસા જેવો ઘનઘોર અંધકાર છવાયો હતો.

- text

- text