સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરિણામમાં મોરબીની આર.ઓ.પટેલ મહિલા કોલેજનો દબદબો

- text


બી.કોમ. સેમેસ્ટ-1નું 97 ટકા પરિણામ, અંગ્રેજી માધ્યમમાં 100 ટકા પરિણામ

Morbi: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બી. કોમ. સેમેસ્ટર 1 (NEP – 2023)નું યુનિવર્સિટીનું ઓલઓવર 56% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે‌. જેમાં મોરબીની શ્રી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી આર. ઓ. પટેલ મહિલા કોલેજનું બી. કોમ. સેમેસ્ટર- 1નું ઓવરઓલ 97% જેટલું પરિણામ આવ્યું છે અને અંગ્રેજી માધ્યમનું 100% પરિણામ મેળવીને બી. કોમ. વિભાગમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તથા મોરબી જિલ્લા કક્ષાએ કોમર્સ/મેનેજમેન્ટ કોલેજનો દબદબો જાળવી રાખી સંસ્થા અને કોલેજ પરિવારનું ગૌરવ વધાર્યું છે.

આર.ઓ. પટેલ મહિલા કોલેજની વિદ્યાર્થિની ઉમિલા રમેશભાઈ પરમારે બી. કોમ. સેમેસ્ટર- 1માં 503/550 (91.45%) સાથે પ્રથમ નંબર મેળવ્યો છે. બીજા નંબરે નેન્સી શામજીભાઈ ગઢિયા 498/550 (90.55%), ત્રીજા નંબરે જોન્સી જીતેન્દ્રભાઈ ભોરણિયા અને નીલાક્ષીબા હરપાલસિંહ ઝાલા 496/550 (90.18%), ચોથા નંબરે કાજલ નરેન્દ્રભાઈ પરમાર 495/550 (90%), પાંચમા નંબરે સાનિયા સલીમશા શાહમદાર 493/550 (89.64%) માર્કસ મેળવી સંસ્થા અને કોલેજ પરિવારનું નામ રોશન કર્યું છે.

બી. કોમ. સેમેસ્ટર-1માં બિઝનેસ એકાઉન્ટિંગ વિષયમાં 3 વિદ્યાર્થિનીએ 100 માંથી 99 માર્કસ મેળવી સોનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કુલ 273 વિદ્યાર્થિનીમાંથી 265 વિદ્યાર્થિનીએ એટલે કે 97% એ ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કર્યો છે. તમામ વિધાર્થિનીઓને કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળના પ્રમુખ બેચરભાઈ હોથી, ઉપપ્રમુખ ત્રંબકભાઈ ફેફર, કોલેજના પ્રિન્સિપાલ અશ્વિનભાઈ ગામી, કોમર્સ વિદ્યાશાખાના હેડ ઑફ ડિપાર્ટમેન્ટ મયુરભાઈ હાલપરા તથા કોમર્સ વિદ્યાશાખાના સર્વે સ્ટાફગણ તરફથી વિધાર્થિનીઓને શૈક્ષણિક અને બિનશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં આવી જ ઉત્તરોતર ઉન્નતિ કરી પરિવારનું ગૌરવ વધારીને સમાજ તેમજ રાષ્ટ્ર ઉપયોગી કામગીરી કરે તેવી શુભેચ્છા પાઠવવામાં આવી છે.

- text

- text