Morbi: 30 એપ્રિલે વિનોદ ચાવડાનો મોરબીમાં રોડ-શો યોજાશે

- text


ભાજપ મધ્યસ્થ કાર્યાલયથી દરબારગઢ સુધી યોજાશે રોડ-શો

Morbi: મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજકીય પક્ષોએ પ્રચારમાં તેમની તમામ તાકાત કામે લગાવી દીધી છે. મતદારોને આકર્ષવા માટે પ્રચાર-પ્રસારના કાર્યક્રમોની હારમાળા શરૂ છે ત્યારે આવતીકાલે તારીખ 30 એપ્રિલના રોજ મોરબીમાં કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડાનો ભવ્ય રોડ-શો યોજાશે અને મુખ્ય બજારના વેપારીઓ દ્વારા તેમનુ સન્માન કરવાનું આયોજન છે.

- text

કચ્છ લોકસભા વિસ્તાર પૈકી મોરબી માળીયા વિધાનસભા વિસ્તારના મોરબી શહેર-1 કચ્છ લોકસભાના ભાજપના ઉમેદવાર વિનોદભાઈ ચાવડા આવતીકાલે મોરબીમાં રોડ-શો યોજશે. આ રોડ શો દરમિયાન મુખ્ય બજારના વેપારી આગેવાનો, વિવિધ એસોશિએશન તથા આગેવાન કાર્યકરો દ્વારા આગેવાનોનું સ્વાગત કરવામાં આવશે. કાર અને બાઈક સાથેનો આ રોડ-શો આવતીકાલે 30 એપ્રિલના રોજ સવારે 9 વાગ્યે જીઆઈડીસી ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલયથી શરૂ થશે. ત્યારબાદ રોડ-શો નવા બસ સ્ટેન્ડ, સરદાર બાગ, રામ ચોક, ગાંધી ચોક, વિજય ટોકીઝ, નવા ડેલા રોડ, જૂના બસ સ્ટેન્ડ, ખોજા ખાના શેરી, નવયુગ સ્ટોર્સ, ત્રિકોણ બાગ, નહેરુ ગેટ, ગ્રીન ચોક થઈ દરબારગઢ ખાતે પૂર્ણ થશે. આ રોડ-શોમાં મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા અને મોરબી જિલ્લાના ભાજપના હોદ્દેદારો ઉપરાંત મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા અને અન્ય નેતાઓ જોડાશે.
આ રોડ-શોમાં મોટી સંખ્યામા કાર્યકરો અને લોકોને જોડાવા મોરબી શહેર ભાજપના પ્રમુખ લાખાભાઈ જારીયા, મહામંત્રી રીશીપભાઈ કૈલા, ભાવેશભાઈ કંઝારીયા તથા મોરબી શહેર ભાજપ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવાયું છે.

- text