બુધવારે AICCના સેક્રેટરીની અધ્યક્ષતામાં મોરબી જિલ્લા કોંગ્રેસની મિટિંગ

- text


મોરબી : ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC)ના સેક્રેટરી બી. એમ. સંદીપ મોરબીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આગામી તારીખ 20 સપ્ટેમ્બર ને બુધવારના રોજ મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિની અગત્યની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ 20 સપ્ટેમ્બર ને બુધવારના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર AICCના સેક્રેટરી બી.એમ.સંદીપ મોરબી જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે તેમના અધ્યક્ષ સ્થાને મોરબી જિલ્લા કોગ્રેસના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોની એક અગત્યની મિટિંગ સાંજે 5 કલાકે મોરબી સર્કિટ હોઉસ ખાતે રાખવામાં આવી છે. તો જિલ્લા/તાલુકા/શહેર કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, ચૂંટાયેલા સભ્યો, ચુંટણી લડેલા ઉમેદવારો, તેમજ દરેક ફ્રન્ટલ/સેલના હોદ્દેદારો, આગેવાનો, કાર્યકરોને મિટિંગમાં હાજરી આપવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે.

- text

- text