છેલ્લા 24 કલાકમાં મોરબી જિલ્લામાં 8 થી 80 મીમી સુધી વરસાદ 

- text


સૌથી વધુ હળવદમાં 80 મીમી અને સૌથી ઓછો માળિયામાં 8 મીમી વરસાદ નોંધાયો 

મોરબી : બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેસરને પગલે મોરબી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે, જિલ્લાના પાંચેય તાલુકામાં 8 થી 80 મીમી સુધી વરસાદ પડ્યો છે જેમાં સૌથી વધુ હળવદમાં 80 મીમી અને સૌથી ઓછો માળિયામાં 8 મીમી વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લા ફ્લડ કંટ્રોલરૂમના સત્તાવાર આંકડા મુજબ ગઈકાલે સવારે 6 વાગ્યાથી આજે મંગળવારે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન મોરબી જિલ્લામાં મોરબી 33મીમી, માળીયા 8મીમી, ટંકારા 53મીમી, વાંકાનેર 39મીમી અને હળવદ 80મીમી વરસાદ નોંધાયો છે અને હજુ પણ વરસાદી માહોલ વચ્ચે વધતા ઓછા પ્રમાણમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ રહી છે.

- text

- text