એક્સપોર્ટમાં ક્રેડિટ આપવાનું બંધ કરો, મોરબીના અનેક ઉદ્યોગકારોના નાણાં ફસાઈ ગયા

- text


વિયેતનામ, જોર્ડન, લેટિન અમેરિકા અને ઇરાકમાં અનેક ઉદ્યોગકારોના નાણાં ફસાયા

મોરબી : મોરબીના સિરામિક ઉદ્યોગકારોને દેશમાં બુચ બટન લાગવાની સાથે હવે એક્સપોર્ટ વેપારમાં પણ બુચ લાગ્યા છે, ખાસ કરીને વિયેતનામ, જોર્ડન, લેટિન અમેરિકા અને ઇરાકમાં અનેક ઉદ્યોગકારોના નાણાં ફસાયા છે ત્યારે ક્રેડિટ ઉપર ધંધો ન કરવા મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગકારો અને સરકારના બોર્ડ ઓફ ટ્રેડ મેમ્બર નિલેશભાઈ જેતપરિયાએ અપીલ કરી છે.

મોરબીના અગ્રણી સિરામિક ઉદ્યોગકાર અને પૂર્વ સિરામિક એસોશિએશન પ્રમુખ તેમજ ટ્રેડ ઓફ ઇન્ડિયાના મેમ્બર નિલેશભાઈ જેતપરિયાએ મોરબીના તમામ સિરામિક ઉદ્યોગકારોને અનુરોધ કરતા જણાવ્યું છે કે તાજેતરમાં અનેક ઉદ્યોગકારોના એક્સપોર્ટ બિઝનેસમાં નાણા ફસાયના સમાચાર મળી રહ્યા છે.

- text

ખાસ કરીને વિયેતનામ, જોર્ડન, લેટિન અમેરિકા અને ઇરાકમાં અનેક ઉદ્યોગકારોના નાણાં ફસાયા હોવના અહેવાલ વચ્ચે તેમને જણાવ્યું છે કે સ્પેન, ઇટલી અને ચાઇના પણ મોટો એક્સપોર્ટ બિઝનેશ કરે છે પણ તેઓ ક્રેડિટને બદલે એલસી અને એડવાન્સ પેમેન્ટ લઈને વેપાર કરે છે ત્યારે મોરબીના ઉદ્યોગકારો પણ આ સિસ્ટમ અપનાવે તો ભવિષ્યમાં આવી ટ્રેડને લગતી મુશ્કેલી નિવારી શકાશે.

- text