મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબી ઓટોમોબાઈલ એસોસિએશન દ્વારા ગઈકાલે તારીખ 20 ઓગસ્ટ ને રવિવારના રોજ સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મોરબીમાં તા. 20 ઓગસ્ટ ને રવિવારે સાંજે 3 વાગ્યાથી 7 વાગ્યા સુધી યોજાયેલા આ સ્નેહમિલન કાર્યક્રમમાં મોરબી ઓટોમોબાઈલ એસોસિએશનમાં જોડાયેલા વેપારીઓના ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાંથી 1 થી 3 નંબર મેળવનારને શિલ્ડ અને ઈનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ ઉપરાંત જે વેપારીઓ સાથે તેઓના માતા-પિતા એક રસોડે જમતા હોય તેઓનું શાલ ઓઢાડી બેસ્ટ ફેમિલી એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. સાથે જ ઓટો મોબાઈલ એસોસિએશનના વેપારીઓ સાથે 10 વર્ષ કે તેથી વધુ સમયથી નોકરી કરતાં કર્મચારીઓનું શાલ ઓઢાડી આકર્ષક ઈનામ આપી બહુમાન કરાયું હતું.

- text

- text