એક જ દિવસમાં ટમેટાના છોતરા નીકળી ગયા : મણે 800નું ગાબડું 

- text


રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 1005 કવીન્ટલ ટમેટાની આવક થતા પ્રતિમણ ટમેટા 800થી 1200ના ભાવે વેચાયા 

મોરબી : ટમેટાના ભાવે ગૃહિણીઓને હેરાન પરેશાન કરી નાખ્યા બાદ એક જ દિવસમાં ટમેટાના ભાવમાં 800 રૂપિયાનું મસમોટું ગાબડું પડતા ફરી માર્કેટમાં ટમેટા 50થી 60 રૂપિયાના ભાવે મળવા લાગે તેવા સંકેત મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે ટમેટા 900 કવીન્ટલથી વધુ આવક થતા પ્રતિમણ ટમેટા રૂપિયા 2000 રૂપિયા સુધી વેચાયા હતા. બીજી તરફ આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં બેંગ્લોર અને મહારાષ્ટ્ર તરફથી 1005 કવીન્ટલ ટમેટાની આવક થતા ટમેટાના ભાવ ગગડીને સીધા જ પ્રતિમણ 800થી 1200 રૂપિયાના ભાવે વેચાણ થયા હતા.

- text

ટમેટાની નવી આવક થતા હોલસેલ માર્કેટમાં ટમેટાના ભાવમાં મણે 800થી વધુનું ગાબડું પડતા છૂટક શાકમાર્કેટમાં ટમેટાના ભાવ 80 સુધી પહોંચી ગયા છે અને હજુ પણ એકાદ બે દિવસમાં ટમેટા ફરી 50થી 60 રૂપિયે કિલો મળવા લાગે તેવા સંકેતો મળી રહ્યા છે.

- text