કેરીનાં રાજા ‘કેસર’ની મોરબી માર્કેટમાં એન્ટ્રી! રોજ 250-300 મણ ઠલવાય છે

- text


મોરબી: સૌરાષ્ટ્રનાં ગીરનાં પ્રખ્યાત કેસર કેરીનાં મોરબીનાં માર્કેટ યાર્ડમાં આવવાની શરૂઆત થઇ ગઇ છે. કેરી રસિકો માટે આનંદનાં સમાચાર છે. રોજનાં 250થી 300 મણ કેસર કેરી મોરબીમાં આવે છે.

ઉનાળામાં જ્યારે કેરીની સીઝન ચાલી રહે છે ત્યારે મોરબી માર્કેટ યાર્ડમાં હાલ દરરોજ કેરીની 250 થી 300 મણ જેટલી આવક થાય છે. સાથે ઉલ્લેખનીય છે કે કેસર કેરીનો ભાવ 10 કિલોગ્રામનો 1000-1300 રૂપિયા છે જ્યારે હાફુસનો 10 કિલોગ્રામનો ભાવ 1500 થી 2000 જેટલો છે.

મળતી માહિતી મુજબ, ગીરની કેસર કેરીની આવક તાલાલા માર્કેટમાં ધૂમ આવક થવા લાગી છે. એક જ દિવસમાં 11 હજારથી વધુ બોક્સની આવક નોંધાઈ છે. હાલમાં 10 કિલોના બોક્સના ₹800 થી ₹1000 રૂપિયા સુધીનો ભાવ હરાજીમાં બોલાયો છે.

- text

- text